ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અઢળક આવક શરૂ
રાજકોટઃ ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં પણ સૌરાષ્ટ્રમાં મગફળી માટે નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અઢળક આવક શરૂ થઇ છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રોજીંદી 40,000 ગુણી કરતાં વધુ મગફળીની આવકો જોવા મળી છે. જેથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજીમાં મગફળીની 20 કિલોની રૂપિયા 800થી લઈને 1031 સુધીની કિંમત બોલવામાં આવી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.