જામનગર હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ - મગફળીની હરાજી
જામનગર : સૌરાષ્ટ્રમાં વિવિધ માર્કેટિંગ યાર્ડની સાથો સાથ જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. પરતું કમોસમી વરસાદને માવઠાની તીવ્ર અસરના કારણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે, જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 150 ખેડૂતોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. મગફળીની ખરીદીની જાહેરાત બાદ કુલ 58586 ખેડૂતોએ તેમની નોંધણી કરાવી છે. તેમજ વિવિધ 6 એપીએમસી સેન્ટર પર સરકાર દ્વારા 15 કેન્દ્રો ખોલીને ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજા તબક્કામાં શરૂ થયેલી ટેકાના ભાવે ખરીદીમાં પ્રથમ દિવસે બે કલાકની અંદર 35 ખેડૂતો વેચાણ માટે આવી પહોંચ્યા હતા.