દાહોદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ
દાહોદ: જીલ્લામાં અયોધ્યા કેસના ચુકદાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ ચુકાદા સંદર્ભે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ લોકોના સોશિયલ મીડીયા ગૃપ જેવા કે વોટ્સ એપ, ફેસબુક, ઈસ્ટાગ્રામ જેવા માધ્યમો પર પણ સરકાર દ્વારા ચાંપતી નજરો પણ રાખવામાં આવી હતી.