મહેમદાવાદમાં ઘોડાસર કેળવણી મંડળ દ્વારા હિરક જયંતિ મહોત્સવ યોજાયો - ઘોડાસર કેળવણી મંડળ સંચાલિત પી.ડી શાહ હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રમાં 60 વર્ષ પૂર્ણ
ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ઘોડાસર કેળવણી મંડળ સંચાલિત પી.ડી શાહ હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રમાં 60 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે તેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ સાથે હિરક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટનમાં સ્વામી કેવલાનંદ સરસ્વતી દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતાં. આ ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.