માંગનાથ મહાદેવનો પાટોત્સવ: મોટી સંખ્યામાં ભાવિકો રવેડી યાત્રામાં જોડાયા - માંગનાથ મહાદેવનો પાટોત્સવ
આજે માગનાથ મહાદેવના પાટોત્સવ (junagadh mangnath patotsav)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી માંગનાથ દાદાના રવેડીનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં દાદાના ભક્તોએ હાજર રહીને માંગનાથ દાદાના પાટોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા. દર વર્ષે કારતક વદ બીજના દિવસે માંગનાથ દાદાના પાટોત્સવનું આયોજન ધાર્મિક પરંપરા મુજબ થતું આવ્યું છે. કોરોના સંક્રમણ (corona pandemic)ને કારણે ગત વર્ષે આયોજન મુલતવી રાખવામાં આવ્યુ હતુ, પરંતુ આ વર્ષે સંક્રમણ ખૂબ જ નિયંત્રણમાં આવતા માંગનાથ દાદાની રવેડીનું ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે આયોજન થયું હતું.