પાટણમાં મેઘરાજાને રીઝવવા મહીલાઓએ ઢુંઢિયા બાપજીને કરી પ્રાર્થના - Prayer
પાટણઃ સમગ્ર ઉત્તર ગુજરાત અને પાટણમાં મેઘરાજા રિસાયા છે. અષાઢ મહિનાનો મધ્યભાગ પસાર થઇ ગયો હોવા છતાં વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી.દર રોજ વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાદળો ઘેરાય છે, પરંતુ વરસાદ હાથતાળી આપીને ચાલ્યો જાય છે. જેથી લોકો ચિંતાતુર બન્યા છે અને મેઘરાજાને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. આજે પાટણના ગુજરવાડા અને મોટીસરા વિસ્તારની મહિલાઓએ માટીના ઢુંઢિયા બાપજી બનાવી ઘેર ઘેર ફરી તેની પર પાણીની ધારા કરી જિલ્લામાં મેઘ મહેર થાય તેવી પ્રાર્થના કરી હતી.