પાટણ નગરપાલિકાએ ફિલ્ટર પ્લાન્ટ નજીકનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યુ - પાટણ નગરપાલિકા
પાટણઃ શહેરના સિદ્ધિ સરોવર સમીપ સામે જહાંગીરખાન સુલેમાન ખાન બલોચ નામના ઈસમ દ્વારા સરકારી જમીનમાં આશરે 20 ફૂટ જેટલી જગ્યામાં પતરાના શેડ, કાચી-પાકી દિવાલો અને ઓટલાનું ચણતર કરી દબાણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા આ દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે દબાણકર્તાને લેખિતમાં નોટિસ આપી હતી. તેમ છતાં સમય મર્યાદામાં દબાણકર્તા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું નહોતું. જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી સરકારી જમીનમાં થયેલા દબાણને GCB મશીન વડે દૂર કર્યું હતુ.