મેડિકલ-પેરા મેડિકલના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય વિભાગે કરેલા ઠરાવનો પાટણના ધારાસભ્યએ વિરોધ કર્યો - આરોગ્ય વિભાગે કરેલા ઠરાવ
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 17મી જુલાઈના રોજ ઠરાવ કરી પરિપત્ર કર્યો છે. જેમાં રાજ્યની તમામ મેડીકલ, પેરા મેડીકલ, ડેન્ટલ અને નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કોવિડ સહાયક બનવા ફરજિયાત જણાવ્યું છે અને જો કોઈ વિદ્યાર્થી આવું નહીં કરે તો તેના વિરુદ્ધ વિવિધ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ બાબતે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલને રજૂઆતો મળતા તેઓએ રાજ્યના મુખ્યપ્રધાનને પરિપત્ર રદ કરવા પત્ર લખી રજૂઆત કરી છે.