પાટણના જલારામ મંદિરમાં વિવિધ સેવાકીય કાર્યો - પાટણ જલારામ મંદિર
પાટણઃ શહેરના આનંદ સરોવર નજીક જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલ છે, જે મંદિર લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે સામાજિક,શૈક્ષણીક અને આરોગ્યલક્ષી કાર્યો પણ કરવામાં આવે છે. મંદિર દ્વારા બારે માસ અન્નક્ષેત્ર વિના મૂલ્યે ચાલે છે, તેમજ શહેરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે ટિફિન સેવા પણ આપવામાં આવે છે. આમ જલારામ મંદિરમાં ધાર્મિક કાર્યો સાથે વિવિધ સમાજિક કાર્યો પણ કરવામાં આવે છે. જલારામ મંદિરમાં નિત્ય સાયન આરતી બાદ રામધૂન અને ભજન કીર્તન પણ થાય છે.