પાટણમાં નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - news in patan
પાટણઃ જિલ્લામાં નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. સમાજના દરેક વ્યક્તિને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને માહિતી એકજ સ્થળેથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ સમગ્ર રાજ્યમા અમલી બનાવ્યો છે. તબક્કાવાર શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના સેવા સેતુ કાર્યક્રમો વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવે છે. પાટણ શહેરની ગુરુકુલ હાઈસ્કૂલમાં વોર્ડ નંબર 4 અને 5નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ સરકારની વિવિધ યોજનાકીય બાબતોનો લાભ લીધો હતો.