પાટણ યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમો સાથે PMના 69માં જન્મ દિવસની કરાઈ હતી ઉજવણી.. - latest news of pm modi birthday
પાટણઃ જિલ્લામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69માં જન્મ દિવસની ઉજવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખિત તથા તેમના જીવન આધારીત પુસ્તકોનું પ્રદર્શન તથા વૃક્ષા રોપણ, સ્વ્ચ્છ્તા અભિયાન, પ્લાસ્ટિક હટાવોની ઝુંબેઝ ભાગ રૂપે કર્મચારીઓને કપડાની થેલીનું વિતરણ તેમજ કેક કાપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી તથા ઉતર ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો. અનિલ નાયકની ઉપાસ્થિતીમાં કરવામાં આવી હતી.