ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણના હોમગાર્ડની પ્રામાણિકતા, કેશિયરને વધારાના પૈસા પાછા આપ્યા

By

Published : May 12, 2020, 10:24 PM IST

પાટણ: લોકડાઉનના કપરા સમયમાં પણ કેટલાક વ્યક્તિઓ માનવતા અને ઇમાનદારી ચૂકતા નથી. પાટણના એક હોમગાર્ડે બેંકના કેશિયર દ્વારા આપવામાં આવેલા વધારાના રૂપિયા બેંક મેનેજરને પરત આપી પ્રમાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા જગદીશભાઈ બારોટને પૈસાની જરૂર હોવાથી તેઓ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં પોતાના ખાતામાંથી રોકડ ઉપાડવા ગયા હતા. તેમણે ખાતામાંથી રૂપિયા 8,000 ઉપાડી બેંકના કેશિયર પાસે છૂટાની માંગણી કરી હતી, ત્યારે કેશિયરે ભૂલથી રૂપિયા 5,000 વધુ આપી દીધા હતા. જગદીશભાઈએ ઘરે જઇ રકમની ગણતરી કરતા 5,000 રૂપિયા વધુ મળેલા હોવાનુ જણાતા તેમણે બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં જઈને તે પૈસા બેંક મેનેજરને પરત આપી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હતું. બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના બ્રાંચ મેનેજરે જગદીશભાઈ બારોટની આ પ્રામાણિકતાને બિરદાવી હતી.

ABOUT THE AUTHOR

...view details