પાટણ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - કોંગ્રેસ ઓબીસી સમિતિ
પાટણ : ભારત દેશના બંધારણે SC, ST, OBC વર્ગના લોકોને અનામતનો બંધારણીય હક આપેલો છે. રાજ્યની સરકાર આ સમાજના બંધારણીય હકો, અધિકારો છીનવાનો પ્રયત્ન કરી રહી છે. તેવા આક્ષેપ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ ઓબીસી સમિતિએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ જિલ્લા કલેકટરને ઉદ્દેશીને આવેદન પત્ર આપ્યું હતું.