પાટણ કોંગ્રેસે JEE અને NEET પરીક્ષા યોજવા સામે વિરોધ પ્રદર્શન કર્યું - પાટણ કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ
પાટણ: કોરોના મહામારી વચ્ચે આગામી સમયમાં સરકાર JEE અને NEETની પરીક્ષાઓ યોજવા જઇ રહી છે. જેથી સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારે પાટણ કોંગ્રેસે પણ JEE અને NEETની પરીક્ષાઓ રદ કરવા માટે બગવાડા દરવાજા ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મુલતવી રાખવા માગ કરી હતી.