પાટણઃ કોંગ્રેસના આક્ષેપોનું ભાજપે ખંડન કર્યું - પત્રકાર પરિષદ
પાટણઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વાર આક્ષેપો કરવામાં આવતા તેનું ખંડન કરવા સોમવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ અને નગરપાલિકા પક્ષના નેતા મનોજ પટેલ સહિતના ભાજપના નેતાઓએ કોંગ્રેસના આક્ષેપોનું ખંડન કર્યું હતું. મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, ચોમાસાની સીઝનને લઇ શહેરમાં પડેલા ભારે વરસાદથી ખાડાઓ પડ્યા છે, જે સામાન્ય પ્રક્રિયા છે. વરસાદ બંધ થયા બાદ હાલમાં આ ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે અને આગામી દિવાળી સુધીમાં માર્ગોનું નવીનીકરણ થઈ જશે, તેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.