પાટીદારો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા જામનગર કલેક્ટરને આવેદનપત્ર - જિલ્લા કલેકટરને આવેદનપત્ર
જામનગરઃ શહેરમાં પાટીદાર યુવકો પર કરવામાં આવેલા પોલીસ કેસો પરત ખેંચવા મામલે પાસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, પાટીદાર આંદોલન વખતે જે યુવકો પર પોલીસ કેસ થયા છે, તેમાંથી તેમણે છૂટકારો આપવામાં આવશે. જો કે, હજુ સુધી પોલીસ કેસ ચાલુ હોવાથી બુધવારના રોજ પાસ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ સાથે પાસ દ્વારા એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો પાટીદાર યુવકો પર થયેલા પોલીસ કેસો પરત લેવામાં નહીં આવે તો ફરી આંદોલનના મંડાણ કરવામાં આવશે અને જલ્દી આંદોલન શરૂ કરવામાં આવશે.