સોમનાથ ટ્રસ્ટની મોટી જાહેરાત, સોમનાથ નજીક 21 કરોડના ખર્ચે બનાવવામાં આવશે પાર્વતી મંદિર - Somnath Trust
સોમનાથ: હરિ અને હરની ભૂમિ ગણાતા સોમનાથ તીર્થમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપાયેલી માહિતી અનુસાર સોમનાથ મંદિરની સમીપે પાર્વતી માતાનું શ્વેત આરસનું 21 કરોડના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવનાર છે. ટ્રસ્ટના દિવંગત ચેરમેન કેશુભાઈ પટેલ દ્વારા આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શ્રી કૃષ્ણ અને સોમનાથ મહાદેવના આ હરિહર તીર્થમાં શિવ અને શક્તિનું આરાધના ધામ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.