વડોદરાની અકોટા કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય 25 ટકા ફી માફીનું પાલન ન કરતા વાલીઓએ હોબાળો કર્યો - શાળા સંચાલકો
વડોદરા: રાજ્ય સરકારની 25 ટકા ફી માફીને લઈ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સરકારની 25 ટકા ફી માફીના નિયમનું વડોદરાની અકોટા કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પાલન ન કરતી હોવાનું સામે આવ્યું છે. આજે કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, શાળા સંચાલકો સ્કૂલ ફી કરતાં 10 ટકા વધારે ફી ભરવાનું કરી રહ્યા છે.સરકાર દ્વારા જે 25 ટકા ફી ની જાહેરાત કરવામાં આવી હતી. તેનું પણ અમલીકરણ કરી રહ્યા નથી. વાલીઓને ફોન કરીને અને મેસેજ કરીને ફી ભરવાનુ દબાણ કરી રહ્યા છે.વાલીઓ સાથે યુથ કોંગ્રેસ પ્રમુખ અસફાક મલેકે પણ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ખાતે પહોંચી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.