પોરબંદરઃ ત્રણ માસથી આતંક મચાવનારો દિપડો પાંજરે પુરાયો - પોરબંદરમાં દીપડો પાંજરે પુરાયો
પોરબંદરમાં વન વિભાગન ટીમની 3 મહિનાની મહેનત સફળ બની છે. નગરથી કુછડી તરફ જતા માર્ગ પર વાડી વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે દિપડો પાંજરામાં પુરાયો છે. ગત ઘણા સમયથી આ વિસ્તારમાં દિપડાના કારણે લોકો પણ ભયભીત બન્યા હતા. જેને પકડવમાટે વન વિભાગની ટીમ પ્રયાસ કરી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નિવડતા હતા અને અંતે આ દિપડો મંગળવારે રાત્રીના પાંજરે પુરાયો હતો. જેથી સ્થાનિકો પણ ભય મુક્ત થયા છે.