પારડીના ડુંગરી ગામે દીપડી કૂવામાં ખાબકતા મોત - Pardi Taluka News
વલસાડઃ જિલ્લામાં પારડી તાલુકાના ડુંગરી ગામમાં મોડી રાત્રે એક કુવામાં દીપડી પડી હતી. જેથી દીપડીએ કુવામાંથી બહાર નિકળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરતું તે બહાર નીકળી શકી નહોતી અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતાં. સ્થાનિકોએ આ ઘટનાની જાણકારી વન વિભાગને આપતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને 1.5થી 2 કલાકની જહેમત બાદ મૃતક દીપડીને બહાર કાઢવામાં આવી હતી.