વલસાડના પીઠા ગામે ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવતા કુતુહલ સર્જાયું - વલસાડ
વલસાડ : પીઠા ગામે શેરડીના ખેતરમાંથી બે દીપડાના બચ્ચા મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તેમજ બચ્ચા અંગે સ્થાનિકો દ્વારા જંગલ વિભાગને જાણકારી આપતા બન્ને બચ્ચાને હેમખેમ ઉગારી પશુચિકિત્સક પાસે લઈ ગયા હતા. ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા બંને બચ્ચાંની માતા શોધી બંને બચ્ચાને દીપડી સાથે રાખી સુરક્ષિત અન્ય જગ્યા પર લઈ જવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.