વલસાડના ધરાસણા ઉંટડી ગામે બચ્ચા સાથે દીપડી ફરતી દેખાતા ગ્રામજનોમાં ભય - વલસાડ ન્યૂઝ
વલસાડઃ જિલ્લામાં ફોરેસ્ટ વિભાગ એક તરફ જ્યાં દીપડાના સર્વે માટેની કામગીરી હાથ ધરી રહ્યું છે ત્યાં ફરીથી વલસાડ જિલ્લાના ધરાસણાના અને ઉંટડી જેવા ગામોમાં દીપડી તેના બચ્ચા સાથે ફરતી દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે વન વિભાગ દ્વારા ઉંટડી ગામે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં દીપડો ફરતો હોવાનું કેટલાક લોકોએ પોતાની નજરે જોતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ગામલોકો ખુલ્લામાં ફરતા દીપડાને જોઈને પોતાના કામ અર્થે જવાનું પણ ટાળી રહ્યા છે તો બીજી તરફ ધરાસણા ગામે ગૌતમ પટેલના શેરડીના ખેતરમાં શેરડી કાપવાનું માટે આવેલા મજૂરોએ ખેતરમાં શેરડી દરમિયાન દીપડાના બચ્ચા દેખાતા કામ અધૂરું મૂકીને બાજુ પર ઊભા રહી ગયા હતા. તેઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને કેટલાક સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો જેમાં સ્પષ્ટપણે દીપડાના બચ્ચા ખેતરમાંથી બહાર નીકળી ફરીથી ખેતરમાં સંતાતા નજરે પડી રહ્યા છે તો આ સમગ્ર બાબતને ધ્યાને લઈને દીપડી અને બચ્ચા ને પકડવા માટે જંગલ વિભાગ સક્રિય બન્યું છે અને તેમણે ઊંટડી ગામે પાંજરું પણ ગોઠવ્યું છે. અત્રે નોંધનીય છે કે, જંગલ વિભાગ છેલ્લા ગત વર્ષોમાં વલસાડ જિલ્લામાં કેટલા દીપડાઓ આવ્યા અકસ્માતે કેટલા દિપડાના મોત થયા અને હાલમાં કેટલા દીપડાઓ જિલ્લામાં મોજુદ છે આ તમામ બાબત ને સર્વે કામગીરી ટૂંક જ સમયમાં શરૂ થવાની છે ત્યારે ધરાસણા અને ઉટડી જેવા વિસ્તારમાં દીપડાએ દેખા દેતા તેઓના આ સર્વેમાં એક દિપડાનો આંકડો ચોક્કસ ઉમેરાશે.