હાર્દિક પટેલની ઉપસ્થિતમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઇ - Morwahadaf
પંચમહાલ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રવિવારે રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, શહેરા, મોરવાહડફ તાલુકાના કોંગેસના હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા વાર કાર્યકર્તાઓએ પોતાની સમસ્યા અને મુશ્કેલીઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સમક્ષ વર્ણવી હતી. ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરાયેલા કૃષિ ખેડૂત રાહત પેકેજમાંથી કરાયેલી બાદબાકી મામલે પૂછતાં જણાવ્યું હતું કે, આગમી સમયમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરીને તેમજ રજૂઆત કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનો રાહત પેકેજમાં સમાવેશ થાય તે માટેના પ્રયાસો હાથ ધરીશું.