પંચમહાલ: ગોધરામાં દુકાનો ખુલતા લોકોની ભીડ જામી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો - Relaxation in lockdown
પંચમહાલઃ સરકાર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર ધંધા શરૂ કરવાની શરતી મંજૂરી આપી છે ત્યારે જિલ્લાના ગોધરા શહેરમાં માર્કેટ, બેન્ક, તેમજ જીવન જરૂરી વસ્તુઓ માટેની દુકાનો તેમજ પાન મસાલાની દુકાનો ખુલતા તેમાં લોકોની ભીડ જોવા મળી હતી. તેમજ બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ શરતોનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં હાલ કુલ 25 કન્ટેન્મેન્ટ ઝોન છે. જો કે જ્યા છૂટછાટ મળી છે ત્યા લોકો તેનો દૂર ઉપયોગ કરી રહ્યા હોય એમ જણાય છે.