પંચમહાલ : માસ્ક પહેર્યા વગર ફરતા 128 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાયું - બસ મથક
પંચમહાલ : જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ ગોધરા તેમજ જિલ્લાના અલગ અલગ બસ સ્ટેશન પર પોલીસને સાથે રાખીને ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરી માસ્ક પહેર્યા વગર ફરતા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના અલગ અલગ બસમથકો પર મંગળવારે માસ્ક પહેર્યા વગર ફરતા 128 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,057 કેસ નોંધાયા છે.