પંચામૃત ડેરી દ્વારા દૂધના ફેટમાં ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં આનંદો - પંચામૃત ડેરી ન્યૂઝ
પંચમહાલઃ પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડે પશુપાલકોની આર્થિક સદ્ધરતા વધે અને પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂઘના ફેટના ભાવમાં વધારો કર્યો છે. ફેટનો ભાવ પહેલા 690 રૂપિયા હતા. જેમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 21 ડિસેમ્બરથી અમલમાં આવશે. જેના પગલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.50 લાખ પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.