નનકાના સાહેબ ગુરુદ્વારા હુમલોઃ વડોદરામાં પાકિસ્તાનના PMના પૂતળાનું દહન - vadodra news
વડોદરાઃ પાકિસ્તાનમાં આવેલા નાનકાના સાહિબ શીખ ગુરુદ્વારા પર ટોળા દ્વારા કરવામાં આવેલા હિચકારા હુમલા અને તોડફોડનાં પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા હતા. ત્યારે વડોદરા શહેરમાં પણ લોકોએ પાકિસ્તાનના PM ઈમરાનખાનના પૂતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં શીખોએ હુમલાને વખોડીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.