પાકિસ્તાની સિક્યુરિટી એજન્સીએ ભારતની માછીમારી બોટ પર કર્યું ફાયરિંગ, 1ને ઇજા - ચાર માછીમારી બોટો
દેવભૂમિ દ્વારકાઃ પાકિસ્તાની સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ભારતની ચાર માછીમારી બોટો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઓખા બંદર ઉપરથી માછીમારી કરવા નીકળેલી માંગરોળની 4 માછીમારી બોટો પાકિસ્તાનના દરિયાઈ સીમમાં 50 માઈલ અંદર ઘૂસીને માછીમારી કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં માંગરોળની "ઓમકાર" નામની બોટના એક માછીમારને ખભાને ભાગે ગંભીર ઈજાઓ પહોચી છે. ઓખા કોસટગાર્ડ દ્વારા 4 બોટોને પાકિસ્તાની સિક્યુરિટી એજન્સીઓ પાસેથી મહામહેનતે બચાવવામાં સફળતા મળી છે. તમામ માછીમારોનેે ઓખા બંદર ઉપર લાવવામાં આવી રહ્યા છે.