રજવાડી સમયની ઝાંખી કરાવતા 26 ચિત્રોનું અનોખું એક્ઝિબિશન યોજાયું - painting Exhibition in vadodara
વડોદરા: શહેરના કીર્તિ મંદિર સ્થિત ખાતે ગોંડલની સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિરના અધ્યક્ષે બનાવેલા ચિત્રોનું અનોખા એક્ઝિબિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજવાડી સમયની ભવ્યતા અને વૈભવને આબેહૂબ કેનવાસમાં ચિત્રો રૂપે દર્શાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે ત્રિદિવસીય પેઇન્ટિંગ એક્ઝિબિશન શહેરીજનો માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માને પોતાના ગુરૂ બનાવી ચિત્રકારે પેઇન્ટિંગ બનાવ્યા છે. પાંચ વર્ષની મેહનત બાદ 26 જેટલા ચિત્રોમાં 14 જેટલા કેરેક્ટરને ચિત્રો દ્વારા જીવંત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનની તારીખ 14 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી વડોદરાની જાહેર જનતા માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. આ તમામ ચિત્રો ગોંડલની પ્રખ્યાત સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિરના અધ્યક્ષ ડૉ. રવિ દર્શનજી દ્વારા બનાવવામાં આવ્યા છે. તે બાળપણથી જ ચિત્રો દોરવાનો શોખ ધરાવે છે અને તેમને પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માને પોતાના ગુરૂ બનાવી આ ચિત્રો બનાવ્યા છે.