વડોદરામાં અટલાદરા કોવિડ કેર સેન્ટરના ઓક્સિજન ટેન્કમાં લીકેજ - અટલાદરા કોવિડ કેર સેન્ટરના ઓક્સિજન ટેન્કમાં લીકેજ
વડોદરા : અટલાદરા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન ટેન્કમાં લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી ઓક્સિજન ટેન્ક માં લીકેજ થતા ભયનો માહોલ સર્જાયો હતો વડોદરા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને લીકેજ રિપેર કરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અગાઉ પણ વડોદરાના પંડ્યા બ્રિજ નજીક આવેલી સમરસ કોવિડ હોસ્પિલમાં અને સયાજી હોસ્પિટલમાં ન્યુ સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન લાઇનમાં લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી.