સાબરકાંઠાનો ખેડવા ડેમ ઓવરફ્લોની સાથે google પર દેખાતા લોકોમાં ખુશી છવાઈ - google પર આવવાથી લોકોમાં ખુશી છવાઈ
સાબરકાંઠા: જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ ખેડવા જળાશય યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ઓવરફ્લો થયો છે. જેમા પ્રતિ સેકન્ડ ૧૨૦૦ ક્યુસેક પાણી આવક થતા ડેમમાં બે દરવાજા ખોલાયા છે. જેના પગલે ડેમની સપાટી જાળવવા ૧૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. ડેમ છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. જેના પગલે આ વિસ્તાર google પર દેખાઇ રહ્યો છે. આ ઉપરાંત સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યામાંથી છૂટકારો મળશે તેમજ જળાશયમાં પાણીની આવકને લઈ આસપાસના વિસ્તારોના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.