ચોટીલા પાસે એરપોર્ટની જમીન સમતળની કામગીરીથી ગ્રામજનોમાં ભારે રોષ - ડોસલીઘુ
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલા તાલુકાના હિરાસર અને ડોસલીઘુના ગામ પાસે એરપોર્ટ બનાવવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટિંગની કામગીરીથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવા એરપોર્ટની જમીનને સમતળ કરવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવતા આસપાસના પીપળીયા, બામણબોર, ડોસલીઘુના સહિતના ગામોના મકાનો અને પશુઓને નુકશાન થતું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. બ્લાસ્ટિંગનો અવાજ દૂર-દૂર સુધી સંભળાતા લોકોમાં ડરનો પણ અનુભવ થયો હતો. બ્લાસ્ટિંગને કારણે એક ગાયનું પણ મોત થયાં જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.