બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત બાદ ધાનેરના આસિયા ગામની ડેરી બંધ થતા પશુપાલકોમાં રોષ - Banas Dairy election announcement
બનાસકાંઠાઃ મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલા જિલ્લાઓમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે, પરંતુ બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરી અને માવજી દેસાઈ જ્યારથી એકબીજા સામે આવ્યા છે, ત્યારથી બનાસકાંઠા જિલ્લાની અનેક દૂધ મંડળીઓ બંધ કરી દેવામાં આવી છે. ધાનેરા તાલુકાના આસિયા ગામની દૂધ ડેરીના મંત્રીએ ડેરીના સભ્યો કે પશુપાલકોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી નિર્ણય લઈને ડેરી બંધ કરી દેતા પશુપાલક સાથે સંકળાયેલા ગ્રામજનોમાં બાજુના ગામમાં દૂધ ભરવા મજબૂર બન્યા છે. નોંધનીય બાબત એ છે કે, ડેરીમાં દૂધની ક્વોલિટી ચેક કરવાનું મશીન હોવા છતાં દૂધ ચેક કરવામાં આવતું નથી, પણ રાજકીય પ્રેરિત નિર્ણય લઈ ડેરીના મંત્રીએ ડેરી બંધ કરી દેતા પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.