મોરબી : મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવા હસ્તકલા મેળાનું આયોજન - માટીકામના કારીગરો
મોરબી: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા મોરબીના લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે. જે હસ્તકલા મેળામાં હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ અને માટીકામના કારીગરોની કલા કારીગરીનું પ્રદર્શન અને સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે.