જામનગરમાં રેડક્રોસ સોસાયટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન - Jamnagar
જામનગરઃ નેશનલ સ્કૂલ ખાતે રેડક્રોસ સોસાયટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જામનગર વાસીઓ આ સર્વરોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યાં હતા. રેડક્રોસ સોસાયટી દ્વારા અવારનવાર સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. જેમાં રવિવારના રોજ નેશનલ સ્કૂલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દર્દીઓને 8 ડોક્ટરની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.