મોરારીબાપુ સાથે અણછાજતા વ્યવહાર મામલે મહુવામાં મિટિંગનું આયોજન - દ્વારકા ન્યુઝ
ભાવનગરઃ જિલ્લાના મહુવામાં 18 જૂને મોરારી બાપુ દ્વારકાધીશ પર કરેલી ટીપ્પણીઓ પર માફી માગવા દ્વારકા પહોંચ્યા હતા. તે દરમિયાન જિલ્લાના માજી ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ સાથે અણછાજતો વ્યવહાર કર્યો હતો. આ સંદર્ભે મહુવાના અગ્રણીઓ દ્વારા ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે સાંજે 4થી 5 દરમિયાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવશે. તેમજ 20 જૂને સમગ્ર મહુવા શહેર બંધ રાખવા એલાન અંગે ચર્ચા કરવા મિટિંગ યોજાશે.