ભુજના વિજયરાજજી પુસ્તકાલયમાં સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન - Vijayrajji Library
કચ્છ: જિલ્લાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ધરોહર સમા મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા 'ચાલો સર્જકને મળીએ ' એક કાર્યક્રમ અંતર્ગત કચ્છના જાણીતા સર્જક અને કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. દર્શના ધોળકિયા સાથે સર્જક સાથે સંવાદના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના પુસ્તકાલયના મહારાજ ભૂપતસિંહજી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આર.આર.લાલન કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.ચૈતાલી ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ડૉક્ટર દર્શના ધોળકિયાનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને જાણીતા વાર્તા લેખિકા અને સંસ્કૃતિના અધ્યક્ષા રમીલા મહેતા રહ્યા હતા.