જામનગરમાં મેડીકલ-પેરા મેડીકલ વિદ્યાર્થીઓ દ્વારા તમાકુ જાગૃતિ રેલીનું આયોજન કરાયુ - Tobacco Awareness Rally by Medical-Para Medical Students in morbi
મોરબી: મેડીકલ-પેરા મેડીકલ વિદ્યાર્થીઓ દ્વારા તમાકુ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સંગઠન ELIXIR દ્વારા આયોજિત રેલીમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ડો. જયંતીભાઈ ભાડેશીયા, ડો. વિજયભાઈ ગઢિયા અને ડો. ચિરાગ અઘારા સહિતના અગ્રણીઓ અને ડોકટરો ઉપસ્થિત રહ્યા હતાં. આ રેલી નવા બસ સ્ટેન્ડથી શરુ કરીને ગાંધી ચોક, રવાપર રોડ, બાપા સીતારામ ચોકથી નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીના માધ્યમથી મેડીકલના વિદ્યાર્થીઓએ તમાકુ છોડો તેમજ પ્લાસ્ટિક છોડો અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી.