ગોંડલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓના બોર્ડ લાગતા SPએ તપાસના આદેશ કર્યા - ગોંડલના ગુંદાળા રોડ
રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ, બસ સ્ટેશન, ત્રણ ખુણીયા, જેલચોક સહિતના વિસ્તારોમાં શહેરમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને એ પ્રવૃત્તિઓ ચલાવતા લોકોના નામ સહિતના બોર્ડ-બેનરો લાગતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બોર્ડ-બેનર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ અપાયા છે. જાગૃત નાગરિક દ્વારા લખવામાં આવેલા નામ અને સરનામામાં કેટલી હકીકત છે, તે જાણવા પોલીસ દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે.