ડુંગળીના ભાવ આસમાને, મોરબીમાં ગળામાં ડુંગળીનો હાર પહેરી વિરોધ - મોરબી તાજા ન્યુઝ
મોરબી: ગુજરાત અને દેશભરમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે. જેથી ગરીબોને ડુંગળી રડાવી રહી છે. ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. દેશભરમાં વિરોધ જોવા મળે છે. મોરબીમાં સામાજિક કાર્યકરોએ ગળામાં ડુંગળીનો હાર પહેરી વિરોધ નોંધાવ્યો હતો.