કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યનો NSUI દ્વારા વિરોધ - કરજણના તાજા સમાચાર
વડોદરા: કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનારા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ વિરૂધ્ધ કરજણ યુથ કોંગ્રેસના કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેથી તેમના વિરોધના ભાગરૂપે કરજણ નગરપાલિકા સામે યુથ કોંગ્રેસના કાર્યકરોએ એકત્ર થઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. જેથી પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.