યુવતીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણયને લઈ પંચમહાલની મહિલાઓનો પ્રતિસાદ - યુવતિઓની લગ્નની ઉંમર
પંચમહાલ: દેશમાં યુવતિઓની લગ્નની ઉંમર હાલ 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધી વધારવાના નિર્ણય પર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આપણા દેશમાં એનીમિયા અને કુપોષણથી માતાઓના ઊંચા મૃત્યુદરના કારણે ભારતમાં યુવતિઓના લગ્નની યોગ્ય ઉંમર નિશ્ચિત કરવા સમિતિની રચના કરવામાં આવી છે. સરકારે યુવતિઓના લગ્ન માટે લઘુત્તમ વય 18થી વધારીને 21 કરવા અંગે આ સમિતિની રચના કરી છે. લગ્ન માટે યુવતિઓની લઘુત્તમ ઉંમર વધારવા પાછળનો સરકારનો આશય માતાનો મૃત્યુ દર ઘટાડવાનો છે. આ નિર્ણયને લઈ પંચમહાલની ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓનો પ્રતિભાવ શું છે તે જાણવાનો પ્રયત્ન ETV Bharat દ્વારા કરવામાં આવ્યો હતો.