આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે પાટણના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - Opinion of folk singer Kamlesh Swamy regarding Navratri festival
પાટણઃ કોરોના મહામારીને લઈ સરકારે પ્રતિવર્ષ ઉજવાતા રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવને રદ કર્યો છે, ત્યારે જિલ્લાકક્ષાએ પણ નવરાત્રી મહોત્સવ યોજાશે કે નહીં તેને લઇ દ્વિધા પ્રવર્તી રહી છે. ત્યારે આ અંગે સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા પાટણના શિક્ષક અને લોક ગાયક કમલેશ સ્વામીએ ETV ભારતને જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે આવા સંજોગોમાં નવરાત્રીનું આયોજન ન થવું જોઈએ ગરબા ન થાય તો સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને આર્થિક રીતે મોટું નુકસાન થશે, પણ આ કપરા સમયમાં જીવન ખૂબ અમૂલ્ય છે. ત્યારે દરેક કલાકારોએ પોતાનું જીવન ટકાવવા હાલ પૂરતું અન્ય વિકલ્પ શોધવો જોઈએ.