આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહિ તેના પર મોરબીના જાણીતા લોક કલાકારનો અભિપ્રાય... - મોરબીના જાણીતા લોક કલાકાર
મોરબીઃ રાજ્ય સરકારે નવરાત્રીનું જે આયોજન કરવામાં આવે છે તે રદ કરવામાં આવ્યું છે. તો મોરબી જિલ્લામાં પણ મોટા આયોજન થવાના નથી. પરંતુ શેરી ગરબીઓ ચાલુ રાખવા મામલે ગાયક કલાકારો જણાવે છે કે નવરાત્રીએ આસ્થાનું પ્રતિક છે અને તમામ તહેવારની શરૂઆત પણ નવરાત્રીથી જ થાય છે. સરકાર મોટા આયોજનને છુટ ભલે ના આપે પણ શેરી ગરબાએ મંજૂરી આપવી જોઈએ અને શેરી ગરબામાં સરકારના તમામ નિયમોનું પણ પાલન થઇ શકે.