ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત INS ઐરાવત દ્વારા માલદીવમાં રહેતા ભારતીયોને સ્વદેશ લવાશે - રીપબ્લિક ઓફ માલદીવ
પોરબંદર: કોરોનાની મહામારી વિશ્વભરમાં ફેલાયેલ છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીયોને ભારત લાવવા માટે ભારતીય નેવી દ્વારા ઓપરેશન સમુદ્ર સેતુ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત અનેક ભારતીયોને ભારત લાવામાં આવ્યા છે. ભારતીય નેવીનું INS ઐરાવત 20 જૂને માલદીવ પહોંચ્યું હતું. જ્યાંથી આજે આશરે 250 જેટલા ભારતીયોને લઇ માલદીવથી ભારત આવવા નીકળશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.