ગુજરાત

gujarat

ETV Bharat / videos

સોમનાથ મંદિર ખુલવાથી 1200 પરિવારોને મળશે રોજગારી - ખાણીપીણીની વસ્તુઓ

By

Published : Jun 7, 2020, 5:03 PM IST

ગીર સોમનાથઃ યાત્રાધામ સોમનાથના દ્વાર ખુલવાના સમાચારે સ્થાનીક વેપારીમાં આનંદ ફેલાવ્યો છે. મંદિર ખુલવાના સમાચાર સાથે બે અઢી માસથી બંધ ધંધાઓ દુકાનોમાં સફાઈ શરૂ કરાવામાં આવી છે. જ્યારે એક હજારથી વધુ પરીવારોના આજીવીકા મંદીર સાથે જ જોડાયેલી છે. સોમનાથતીર્થમાં પ્રવેશતાં જ બન્ને બાજુ નાની-મોટી દુકાનો જેમાં રમકડાં પુજાનો સામાન તેમજ ખાણીપીણીના વસ્તુઓ ફુલો, ફોટો ગ્રાફરો વગેરેથી ગુજરાન ચલાવતા એક હજાર જેટલા પરીવારોમાં સોમનાથ મંદીર ખુલવાના સમાચારે નવો ઊત્સાહ વધાર્યો છે. મંદિરમાં સરકારના આદેશોથી કડક નીયમોનું પાલન કરવાનું છે, પરંતુ ધીમે-ધીમે આ વેપારીઓને પોતાની આજીવીકા કાર્યરત થશે તેની ભારે ખુશી છે. તો હાલ અઢી માસથી આ વેપાર સ્થળે ધુળ ચડી ગયેલ હોવાથી તેને સફાઈ કરવાની કામગીરી વેપારીઓએ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details