પોરબંદરમાં ઓપન માઇક કાર્યક્રમ યોજાયો - porbandar news
પોરબંદર: જિલ્લામાં રવિન્દ્ર રંગ મંચ પર યુથ માઇક ગ્રુપ દ્વારા ગતરાત્રીના ઓપન માઇક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર સહિત રાજકોટથી આવેલા ઉભરતા કલાકારોએ પોતાની કળા અને કૌશલ્ય સ્ટેજ પર રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં યુવાનોમાં છુપાયેલી કળાને સ્ટેજ આપવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિમિક્રી, સ્ટેન્ડપ કોમેડી, ગાયન અને ગિટાર સહિત ગિત ગઝલ અને શાયરીની રજૂઆતો કરી અનેક યુવાનો એ અનોખું પર્ફોમન્સ દાખવી પોરબંદરના લોકોમાં રોમાંચિત વાતાવરણ ફેલાવ્યું હતું. આયોજકો દ્વારા તમામ નવોદિત કલાકારોને સ્ટેજ પરફોર્મન્સ આપવામાં આવતા તમામ કલાકારોએ આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં અનેક કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતાં.