અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશનમાં ટેકનીકલ ખામી સર્જાતા ખેડુતોમાં રોષ - સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
અરવલ્લી : આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં VCE તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને ગ્રામ પંચાયતોની કામગીરીથી અળગા રહ્યા છે. મોડાસા APMCમાં રજીસ્ટ્રેશન કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ રજીસ્ટ્રેશન શરૂ થતા કેન્દ્ર પર ટેકનીકલ ખામીના કારણે વિલંબ થયો હતો. જેથી ખેડૂતોની ભીડ જામતા સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.