રાજકોટમાં સ્વાઇન ફલૂની દસ્તક, એક રિપોર્ટ પોઝિટિવ - રાજકોટમાં બાળકનો સ્વાઇન ફલૂ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોના વાઈરસના ભયની વચ્ચે સ્વાઈન ફ્લૂએ ફરી દેખા દીધા છે. શહેરના શાપર વેરાવળના એક બાળકનો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હરતનું ઓપરેશન કરાવવાનું હતું. ત્યારે તે અંગેનો રિપોર્ટ કરાવતા તેને સ્વાઈન ફલૂ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આમ, સ્વાઈન ફ્લૂનો કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે. તો બીજી તરફ રાજકોટ આરોગ્ય વિભાગ અને મનપા તંત્ર દ્વારા લોકો કોરોના અંગે જાગૃત થાય તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શહેરની હોમિયોપેથીક કૉલેજને સાથે રાખીને રોગપ્રતિકારક શક્તિની દવાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.