મોરબીમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ જાણો કેવી છે સ્થિતિ ? - morbi latest updates
મોરબીઃ જીલ્લામાં પહેલા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે, બંને દર્દીની તબિયત સારી હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અને મોરબી જીલ્લો કોરોનામુક્ત બન્યો હતો. ત્યારે જીલ્લામાં ત્રીજો અને મોરબી શહેરમાં બીજો પોઝિટિવ કેસ નોંધાયો હતો. વાવડી રોડ પર રહેતા વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં દર્દીના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને વિસ્તારના 123 રહીશોને હોમ કોરોન્ટાઈન કરાયા છે. જયારે નજીકના બે વિસ્તારોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 830 લોકોની વસ્તીને આવરી લેવાઈ છે.